Skip to playerSkip to main content
  • 15 minutes ago
સુરતઃ કરજણ-નેશનલ હાઈવે-48 પર ટીંબા કંપની નજીક આવેલા ઇન્ડિયન CNG પંપ પર અચાનક બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. CNG પંપ પર એક કારમાં ગેસ લીકેજ બાદ અચાનક પ્રંચડ ધડાકો થયો અને આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાના સમયે આ કારની પાછળ અન્ય વાહનો પણ ઉભાં હતાં તેમાંથી બે વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર ઘટનામાં CNG લીકેજનું ચોક્કસ કારણ શું હતું, ગેસ લીકેજ કયા ભાગમાંથી થયું અને કયા સંજોગોમાં CNG ટેન્કમાં બ્લાસ્ટ થયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાના CCTV ફૂટેજના આધારે પણ સમગ્ર મામલે વધુ વિગતો મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Category

🗞
News
Transcript
00:00.

Recommended